Connect Gujarat
Featured

વલસાડ : અટલ સેવા શટલ યોજના આદિવાસી વિસ્તારો માટે બની આશીર્વાદરૂપ સમાન

વલસાડ : અટલ સેવા શટલ યોજના આદિવાસી વિસ્તારો માટે બની આશીર્વાદરૂપ સમાન
X

કોરોના મહામારીનાં કારણે વીતેલું એક વર્ષ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અત્‍યંત કપરું પુરવાર થયું, ત્યારે સરકારે કોરોના સામેનો જંગ પુરી રીતે મક્કમતાપૂર્વક મુકાબલો કર્યો છે. જેના પરિણામ સ્‍વરૂપે રાજયમાં કોરોના સંક્રમણને કાબૂમાં રાખવામાં સફળતા મળી છે. જોકે, આવી જ સ્થિતિ વલસાડમાં પણ જોવા મળી છે.

કોરોનાના કાળમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોના આરોગ્‍યની સારસંભાળ તો લીધી જ છે, સાથોસાથ ઘર આંગણે આરોગ્‍યલક્ષી રોવા મળી રહે તે માટે અંતરિયાળ વિસ્‍તારોમાં અટલ સેવા શટલનો પણ લાભ આપવામાં આવી રહયો છે. જેનાથી આદિવાસી વિસ્‍તારોમાં બહેનો એનેમિયાથી અને બાળકો કુપોષણમાંથી બહાર આવી પોષણયુક્‍ત બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે. વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને સુરક્ષીત કરવા માટે હાલમાં હેલ્‍થવર્કરો અને ફ્રન્‍ટલાઇન વર્કરોને કોરોના રસીનો બીજો ડોઝ આપવાની કામગીરી ચાલુ છે. રસી લીધા બાદ પણ કોરોના પ્રોટોકોલનું ચુસ્‍તપણે પાલન કરવું જરૂરી છે. આ માટે નાગરિકોનો પુરતો સહયોગ મળે એ પણ તેટલું જ જરૂરી હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીએ જણાવ્યુ હતું.

Next Story