વાગરામાં પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર
BY Connect Gujarat10 Jun 2017 1:55 PM GMT
X
Connect Gujarat10 Jun 2017 1:55 PM GMT
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં શુક્રવારની રાત્રીએ મેઘરાજાએ ઓપનિંગ ઇનિંગમાં જ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી.વાગરામાં શુક્રવારની રાત્રીએ ખાબકેલા વરસાદના પગલે મુખ્ય બજાર તેમજ ચિરાગ શોપિંગ સેન્ટર સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ તેમજ લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.વાગરા તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
Next Story