New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/41ebe791-7c1a-4bde-8932-40e6d85f2bc8.jpg)
વાલીયા તાલુકાના વટારિયા ખાતે આવેલી ગણેશ સુગરનાં કમ્પાઉન્ડમાં આવેલા બગાસનાં ઢગલામાં એકાએક આગ લાગી હતી. જેની જાણ થતાં હાજર કર્મચારીઓમાં દોડધામ મચી હતી. તો બીજી તરફ નજીકમાં કામ કરી રહેલા લોકોમાં પણ ભય ફેલાતાં નાસભાગ મચી હતી. બગાસમાં લાગેલી આગનાકારણે આસપાસમાં ધુમાડાનું સામ્રાજ્ય ફેલાયું હતું. ઘટના સંગર્ભે ફાયર બ્રિગેડને જાણ થતાં સ્થળ પર પહોંચેલા ફાયરનાં જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ કાબુમાં આવી જતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. જ્યારે આગમાં બગાસ સિવાય અન્ય કોઈ નુકશાનીના અહેવાલ સાંપડ્યા નથી.
Latest Stories