વેજીટેબલ ફ્રેન્કી
BY Connect Gujarat6 Jun 2017 9:31 AM GMT
X
Connect Gujarat6 Jun 2017 9:31 AM GMT
સામગ્રી
મેંદો- 250ગ્રામ (૨ કપ)
ઘઉંનો લોટ- 100 ગ્રામ
યીસ્ટ- 1/2 ટી સ્પૂન
ખાંડ-1/2 સ્પૂન
સોડા-1/2 ટી સ્પૂન
દહીં-1 ટેબલ સ્પૂન
મીઠું-1 ટી સ્પૂન
તેલ-2 ટેબલ સ્પૂન
રોલ્સ માટે
બટાકા-500 ગ્રામ
બ્રેડ- 3 સ્લાઇસ
ઝીણી સમારેલી ડુંગળી- 3 નંગ
ઝીણું સમારેલું કેપ્સિકમ- 1 નંગ
ટામેટાં- 2નંગ
લાલ અને લીલું મરચું
લીંબુનો રસ – એક ટેબલસ્પૂન
મીઠું-પ્રમાણસર
ખાંડ-પ્રમાણસર
ગરમ મસાલો- 1 ટીસ્પૂન
લસણ ઝીણું સમારેલું- 7થી 8 કળી
કોબીજ, ડુંગળી, ગાજર-લાંબાં સમારેલાં
ચિલીસોસ- 3 ટી સ્પૂન
સોયાસોસ- 1/4 ટી સ્પૂન
તીખી લીલી ચટણી- 1 ટેબલસ્પૂન
ગળી ચટણી- 1 ટેબલસ્પૂન
બનાવવાની રીત
- સૌ પ્રથમ પાણીમાં યીસ્ટ અને ખાંડ તેમજ 1 ટેબલ સ્પૂન મેંદો નાખી ઢાંકી થોડી વાર રહેવા દેવું.
- મેંદામાં મોણ, મીઠું અને યીસ્ટ નાખી પરોઠાથી સહેજ ઢીલી કણક બાંધવી. કણકને 2થી 3 કલાક મૂકી રાખવી.
યીસ્ટ ન નાખવું હોય તો દહીંથી કણક બાંધવી.
- દહીંમાં સાજીનાં ફૂલ, થોડી ખાંડ અને મેંદો નાખી ઢીલો લોટ બાંધી, 2થી 3 કલાક રહેવા દેવો. નાનની કણક અને પિઝાની કણક પણ આ રીતે જ બંધાય. કણક વધે તો નાન કે પિઝા કરી શકાય.
- કણકને મસળી તેના એકસરખા મોટા લુઆ કરવા. તેની મોટી, સહેજ પાતળી રોટલી વણી તવા પર બે બાજુ શેકવી. કડક ન થાય તે જોવું. આ રીતે બધી રોટલી તૈયાર કરી નેપ્કિનમાં ઢાંકીને મૂકવી.
- બટાકા બાફી માવો કરવો. તેમાં ડુંગળી, કેપ્સિકમ ચોપ એન્ડ ચર્નમાં ઝીણાં કરીને નાખવાં. ટામેટાં, લસણ ઝીણું સમારવું. બટાકાવડાં જેવો મસાલો કરવો.
- બ્રેડને પાણીમાં પલાળી નીચોવી મેળવવું. તેના લાંબા રોલ્સ કરી મેંદામાં રગદોળી ગરમ તેલમાં તળવા. લીલી કોથમીરની અને ગળી ચટણી બનાવવી.
પીરસવાની રીત
- ટી સ્પૂન તેલ તવા પર મૂકી રોલ્સ મૂકવો. સહેજ ગરમ કરી બાજુ પર ખસેડી 1 રોટલી તે જ તેલમાં મૂકી બે બાજુ ફેરવવી.
- તેને પ્લેટમાં મૂકી તેના પર રોલ્સ મૂકી તેના પર લીલી ચટણી, ગળી ચટણી મૂકી, ઝીણી સમારેલી ડુંગળી નાખી, ચાટ મસાલો ભભરાવી, રોટલીનો રોલ વાળી ગરમ ગરમ પીરસવું.
Next Story