/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/maxresdefault-57.jpg)
છેલ્લા એક અઠવાડિયાથી પાણીની સમસ્યા ઉભી થઇ
અંકલેશ્વર તાલુકા સેવાસદન ખાતે એક અઠવાડિયાથી પાણીની સમસ્યા ઉભી થવા પામી છે.મામલતદાર કચેરી ખાતે કામ અર્થે ગામડાઓમાંથી આવતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિનું નિરમાણ થવા પામ્યું છે.
તાલુકા સેવા સદન અંકલેશ્વર ખાતે પાણીની સમસ્યાએ ભારે ઉહાપોહ જગાવ્યો છે. જયાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી ન હોવાને કારણે તાલુકાના ગામમાંથી મામલતદાર કચેરી કે અન્ય કચેરીમાં કામ અર્થે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યાં લોકોએ બહારથી વેચાતું પાણી લઇને પીવું પડે છે.એટલું જ નહીં પાનીની સમસ્યાની સાથે સાથે દૂર ગામડામાંથી આવતા લોકો માટે બેસવાની સગવડ નથી. સેવાસદનમાં ખુરસીઓ પણ તૂટેલી હાલતમાં હોવાથી પ્રજાનીમુશ્કેલીમાં વધારો થયો છે. મામલતદાર કચેરીમાં પીવાના પાણી માટે કુલર તો મુકવામાં આવ્યું છે. પણ આ કુલર પાણી વગર ઘણા દિવસોથી બંધ હાલતમાં છે અને ટોયલેટ બ્લોકમાં પણ પાણી ન આવતું હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. સમગ્ર સેવા સદનમાં પાણી ન હોવાના પગલે ભારે વિવાદ જગાવ્યો છે. ત્યારે સેવાસદનના અધિકારીઓ કચેરીમાં કામ અર્થે આવતા લોકોને સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ નીવડ્યા છે.પ્રજાની સેવા માટે બનાવાયેલ આ સેવા સદન તમમ સુવિધાઓથી સજ્જ બનાવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.