/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy.JPG-3-3.jpg)
રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે સાંસદનાં નિવેદનને ખોટું ઠેરવ્યું હતું
ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ શાળા પ્રવેશોત્સવનાં પ્રસંગે પ્રવચન આપતાં શિક્ષકોને દારૂડિયા અને જુગારીયા ગણાવ્યા હતા. આ મુદ્દે વિવાદ વકર્યો છે. ત્યારે આજે રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે ખુદ સાંસદને ખોટા ઠેરવ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાનાં નીચા પરિણામ માટે પણ શિક્ષકોને જ જવાબદાર ઠેરવ્યા હતા.
બીજી તરફ નાંદોદનાં ધારાસભ્ય અને બાદમાં કોંગ્રેસના આગેવાન પી.ડી.વસાવાએ સાંસદનો પક્ષ લીધો હતો. તેમણે પણ સાંસદને ટેકો આપી તેમની વાતમાં શૂર પૂરાવ્યો હતો. અને પ્રાથમિક શાળાનાં શિક્ષકો આવી ગેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા અંગે સાંસદનો સાથ આપ્યો હતો.
સાંસદે કરેલી નિવેદનબાજી સંદર્ભે નારાજગી વ્યક્ત કરતાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સાંસદના આ પ્રકારના નિવેદનથી શિક્ષક સમાજની લાગણી દુભાઈ છે. સાંસદે શિક્ષકો ઉપર લગાવેલા આક્ષેપો સત્યથી વેગળા અને તથ્યહીન છે.