સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પાકને લઈ ચિંતામાં

New Update
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પાકને લઈ ચિંતામાં

જો વરસાદ ખેંચાય તો ખેતીની દુર્દશા થાય તેવી શકયતા

સાબરકાંઠાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા વિસ્તારોમાં હજુ પણ નદીમાં નવા નીર આવ્યા નથી. તેમજ ચેકડેમ, તળાવો ખાલી અને મોટા જળાશયોમા પાણી ઓછા છે. જો વરસાદ ખેંચાય તો ખેતીની દુર્દશા થાય તેવી શકયતા સેવાઇ રહી છે. જે વરસાદ પડ્યો છે તે જમીનનો, ખેડામણ અને વાવણી માટે યોગ્ય છે પણ તેનાથી કુવાઓ ખાલી છે.

હાલમાં ખેડૂતો ખેડામણ કર્યા ના ૧૦ થી ૧૫ દિવસ પછી પણ વરસાદ ખેંચાતા હાલત કફોડી થઈ શકે તેમ છે. જો વરસાદ થોડા દિવસમાં ન આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય અને પાક નવો વાવી ફેર બદલી કરવી પડે તેમ છે. હાલમા રોકડીયો પાક જેવા કે મગફળી, એરંડા, કપાસ, સોયાબીન જેવા પાક બીજ નાખેલ છે.

Latest Stories