સુરત એરપોર્ટના જનરલ મેનેજર રૂ 30 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો 

New Update
સુરત એરપોર્ટના જનરલ મેનેજર રૂ 30 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો 

સુરત એરપોર્ટના જનરલ મેનેજર રૂપિયા 30 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના હાથે ઝડપાયો હતો.કોન્ટ્રાક્ટરને બિલની રકમ ચૂકવવા માટે લાંચ માંગી હોવાની ફરિયાદ ACBને કરવામાં આવી હતી.

સુરત એસીબીની ઓફિસમાં એરપોર્ટના જનરલ મેનેજર રૂ.30000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. સુરત એરપોર્ટ પર એન્યુઅલ મેન્ટન્સનું કામ કરતા કોન્ટ્રાક્ટર પાસે એરપોર્ટના જનરલ મેનેજર રાધારમણ ગુપ્તા એ 30 હજારની લાંચ માગી હતી. ફરિયાદીએ એરપોર્ટ પર કરવામાં આવી રહેલા સમારકામના બાકી નીકળતા બિલને માંગણી કરતા આરોપીએ બિલ પાસ કરવા માટે રૂ 30 હજારની માંગ કરી હતી. આ અંગે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને (એસીબી) ફરિયાદ કરી હતી. એસીબીના અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે વનાર અને એન ગોહિલ ઇન્ચાર્જ મદદનીશ નિયામક કામગીરી કરવામાં આવી હતી. આરોપીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. એસીબીએ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories