સુરત રેલવે સ્ટેશને શરૂ થઈ 1098 ચાઈલ્ડ હેલ્પલાઈન, બાળકોની થશે મદદ

સુરત રેલવે સ્ટેશને શરૂ થઈ 1098 ચાઈલ્ડ હેલ્પલાઈન, બાળકોની થશે મદદ
New Update

આ હેલ્પલાઈન સાથે જોડાયેલા નવસર્જન ટ્રસ્ટને બાળક સોંપી દેવામાં આવશે

સુરત રેલવે સ્ટેશન ખાતે પ્રથમ વખત ચાઈલ્ડ હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. 15 દિવસથી શરૂ કરાયેલી હેલ્પ લાઈન પર અત્યારસુધીમાં સાતથી વધુ બાળકોને તેમના પરીવાર સાથે મિલાપ કરવામાં સફળ રહી છે. 1098 નંબર પર સંપર્ક કરી મુશીબતમાં રહેલા બાળકોની મદદ માટે આ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેને લોકો બિરદાવી રહ્યા છે.

મહિલા બાળ વિકાસ મંત્રાલય દ્વારા 1098 ચાઈલ્ડ લાઈન શરૂ કરવામાં આવી છે. આ 1098 હેલ્પલાઈનને પશ્મિમ રેલ્વે દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઈનથી ખાસ કરીને જે ખોવાયેલા બાળકો, અપહરણ કરેલા બાળકો, મુસિબતમાં હોય તેવા બાળકો, માતા-પિતાથી વિખૂટા પડી ગયેલા બાળકો અને જે બાળકોનું શોષણ થતું હોય તેવા બાળકો 1098 હેલ્પ લાઈન પર સંપર્ક કરી શકે. આવા બાળકોને પોતાના માતા- પિતા સાથે મિલાપ કરવવા માટે આ હેલ્પલાઈન ખુબ જ ઉપયોગી પુરવાર થશે.

સુરત રેલવે સ્ટેશન ડાયરેક્ટર સી.આર.ગરૂડાએ જણાવ્યું હતું કે,જો કોઈ બાળક સુરત રેલ્વે સ્ટેશનના પરીસરમાં આવશે. તો તે બાળકને સ્ટેશન માસ્તર પાસે લઈ જવામાં આવશે. આ હેલ્પલાઈન સાથે જોડાયેલા નવસર્જન ટ્રસ્ટને બાળક સોંપી દેવામાં આવશે. જયાં સુધી બાળકના પરિવારજનોની ભાળ ન મળે ત્યાં સુધી આ ટ્રસ્ટમાં બાળકની રહેવાની પણ સુવિધા કરી આપવામાં આવશે. ચાઈલ્ડ લાઈન હેલ્પ લાઈનની શરૂઆતને અહીં આવતા તમામ લોકોએ પણ આવકારી છે.

રેલવે સ્ટેશને આવેલા મુસાફર યોગેસ મિશ્રાએ જણાવ્યું હતું કે, 1089 ચાઈલ્ડ હેલ્પલાઈનથી અમારા બાળકો પણ આમારાથી છુટા પડી જાય તો તેને સળતાથી શોધી શકાય છે. મુસીબતમાં મુકાયેલા બાળકો માટે 24 કલાક મફત સેવા પુરી પાડવામાં આવસે, નવસર્જન ટ્રસ્ટ સાથે જોડાલેયા કેટલા યુવક- યુવતીઓ આવા કોઈ બાળક માટે કોલ આવશે તો તુરંત તેઓની મદ માટે આવી પહોંચશે. સાથે અહીં બે પાળીમાં આ લોકો કામ કરશે અને સુરત રેલ્વે સ્ટેશનપર એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે. પશ્મિમ રેલ્વે દ્વારા કરાયેલ આ કાર્ય ખુબ જ આવકાર્ય છે.

#Surat #News #Gujarati News #Railway #Gujarat News
Here are a few more articles:
Read the Next Article