/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy-7.jpg)
વિશ્વ પર્યાવરણ દિવોસની ઉજવણી બાદ ગુજરાતનાં વિવિધ મહાનગરો અને નગર પાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિકની વસ્તુઓના વપરાશ અને ખાસ કરીને પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે મોડે મોડે સુરત મહાનગર પાલિકાએ પણ નોટિફિકેશન બહાર પાડી પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર શહેરમાં પ્રતિબંધ લાધ્યો છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા પ્લાસ્ટિકના પાઉચમાં પાણીનાં વેચાણ પર પ્રતિબંધ મુકવાની સાથે પાન-મસાલાના પાઉચ પણ નહીં વેતી શકાય તેવો નોટિફીકેશનમાં ઉલ્લેખ કર્યો છે. જાહેરનામામાં તમામ પ્લાસ્ટીકના પાઉચ પર પ્રતિબંધ દર્શાવતું સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે આખરે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે.
ગુજરાતના અન્ય શહેરોની જેમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પણ જાહેરનામું બહાર પાડીને તમામ પ્રકારના પ્લાસ્ટીકના પાઉચ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મ્યુનિ.ના આ જાહેરનામાનો અમલ આરોગ્ય વિભાગ દ્વારા આજથી જ શરૂ કરવામાં આવશે. જાહેરનામામાં પ્લાસ્ટીકના કપ સાથે તમામ પ્રકારના પાઉચ, પ્લાસ્ટીકની થેલીઓ, પાન- મસાલાના પેકીંગ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો
પાઉચમાં દુધના પાઉચ, તેલના પાઉચ, તૈયાર ફરસાણના પાઉચ સહિતના પાઉચ પર પ્રતિબંધમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.