સુરતઃ કોર્ટ બિલ્ડીંગના નવમાં માળેથી મહિલાનો મોતનો ભૂસકો, થયું મોત

New Update
સુરતઃ કોર્ટ બિલ્ડીંગના નવમાં માળેથી મહિલાનો મોતનો ભૂસકો, થયું મોત

નવા કોર્ટ પરિસરમાં મહિલાએ આપઘાત કરી લેતાં વકીલોમાં ડરનો માહોલ

સુરત શહેરનાં અઠવાલાઈન્સ ખાતે આવેલી નવી કોર્ટ બિલ્ડીંગના નવમાં માળેથી કુદીને એક મહિલાએ આપઘાત કરી લેતાં ચકચર મચી છે. નવમાં માળેથી ઝંપલાવતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી મહિલાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડવી હતી.

નવા કોર્ટ સંકુલમાં આપઘાત કરનાર મહિલાનું નામ સિમ્પીસિંગ હોવાનું સામે આવ્યું છે અને તેના લગ્ન વિજયસીંગ મુરલીસિંગ સાથે વર્ષ 2015માં થયા હતાં. વિજયસિંગ ઉધના ખાતે બેંકમાં નોકરી કરે છે. અને ડીંડોલી નીલગીરી સર્કલ મયુરનગર ખાતે રહે છે. જ્યારે સિમ્પીસિંગનો પરિવાર સત્યનારાયણ નગર બમરોલી ખાતે રહે છે. મૃતક સિમ્પીસિંગના ભાઈએ જણાવ્યું હતું કે, લગ્નના પ્રથમ દિવસે જ તેણીને સાસરિયાએ ઝેર આપી મારવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ અમે કેસ કર્યો હતો. બહેનના સાસરિયા દ્વારા કેસ પાછો ખેંચવા માટે ધમકીની સાથે દબાણ પણ કરવામાં આવતું હતું.

સિમ્પીસિંગે ક્યા કારણોસર પડતું મુક્યું તે અંગે સચોટ કારણ સામે આવ્યું નથી. સિમ્પીસિંગે નવમાં માળેથી કુદી પડતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બાદમાં તેણીને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી. મહિલા ઉપરથી નીચે કુદી પડતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને લોહી વધુ નીકળી જવાથી તેણીનું ઘટનાસ્થળે મોત નીપજ્યાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે. મહિલા કુદી પડી ત્યારે આવેલા અવાજના પગલે વકીલોમાં ડરનો માહોલ પેદા થયો હતો. અને દોડીને મહિલા જે સ્થળે પટકાઈ હતી ત્યાં એકઠા થઈ ગયાં હતાં.

Latest Stories