/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-3-3.jpg)
અશોકનગર રેલવે ટ્રેક વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ અને દેશી દારૂનો જથ્થો કબજે કર્યો
અમદાવાદમાં પ્રકાશમાં આવેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ સફાળી જાગી છે. અને દેશી અને વિદેશી દારૂનો વેપલો કરતા શખ્સો ઉપર સકંજો કસીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની વરાછા પોલીસ દ્વારા આઝરોજ રેલવે ટ્રેક ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરી દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા અશોકનગર રેલવે ટ્રેક ઉપર દારૂનો વેપલો થતો હોવાની ઉઠેલી ફરિયાદને પગલે વરાછા પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ચેકિંગ દરમિયાન દેશી અને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 74000 નો વિદેશી દારૂ અને 400 લીટર ઉપરાંત દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસને હાથ લાગેલો દારૂ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેથી હવે આ દારૂનો જથ્થો કોનો હતો અને ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.