Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : LCB પોલીસે 9 બાઇક અને 1 ઇકો કાર ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર : LCB પોલીસે 9 બાઇક અને 1 ઇકો કાર ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો
X

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી બાઇક ચોરી થતી હતી. અને અનેક ફરિયાદો પેન્ડિંગ હતી. ત્યારે LCB પોલીસે વઢવાણ તાલુકાના કટુડા ગામના યુવકને ચોરીના નવ મોટર સાયકલ અને એક ઇકો કાર સાથે ઝડપી પાડયો હતો. આરોપીએ શહેરમાથી અલગ અલગ જગ્યાએ થી નવ બાઇકો અને ઇકો કાર ચોરીની કબુલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન બાઇક ચોરી થવાની ઘટનાઓ બનતી હતી અને બાઇક ચોરી થયેલા માલીકો પોલીસની ઝંઝટમાં નહી પડી અને ફરીયાદ કરવાનું ટાળતા હતા. જેથી શહેરમા બાઇક ઉઠાવગીરી કરતા ગઠીયાઓને જાણે છુટ્ટો દોર મળી ગયો હતો. અને શહેરના અલગ અલગ જગ્યોએ અને ખાસ કરીને રેલ્વે સ્ટેશનમાં પાર્ક કરેલ વાહનો ચોરી કરતાં હતા અને આવી અનેક ફરિયાદો શહેરના એ.ડીવીઝન પોલીસ બી. ડીવીઝન પોલીસમાં પેન્ડિંગ હતી. ત્યારે બાઇક ચોરી કરનાર સાતીર આરોપીને ઝડપી પાડવા જીલ્લા પોલીસ અધિકારી આ બાઇકચોરીની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચને સોપી હતી.

જેથી પોલીસે સંધન તપાસ કરતા કટુડા ગામનો હરદિપ સવજીભાઈ માલકીયા કોળી ઉ.વર્ષ 19 નવા નવા બાઇકો લાવી ફરતો હોવાની વિગતો મળતા પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પુછપરછ કરતા આરોપીઆ પહેલા અલ્લા ગલ્લા કરી પોલીસને ગેર માર્ગા પર દોરવા પ્રયાંસ કરેલ પરંતુ પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા આરોપી હરદિપે શહેરના અલગ અલગ વિસ્તારમાં થી નવ હીરો કંપનીના બાઇકો ચોરી કરેલની તેમજ શહેરના મધ્યમાંથી ઇકો કારની ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી. અને હજુ આરોપીએ વધુ વાહન ચોરી કરેલ હોવાનું તપાસમા ખુલે તેવી આશા સેવી હતી. પોલીસની પુછપરછમાં આરોપીએ કબુલાત આપી હતી કે પોતે મોજશોખ કરવા ટેવાયેલો હોઇ અને હાઇ ફાઇ લાઇફ સ્ટાઈલ જીવવી હોઇ ચોરીના રવાડે ચડેલ અને નવ બાઇક અને એક ઇકો કારની ચોરી કરેલ હતી. પોલીસે નવ બાઇક અને એક ઇકો કાર કબ્જે કરી હતી. આરોપીની મોડન્સ ઓપરેડીમાં આરોપી પહેલા બાઇક પડેલ હોઇ તેની પર બેસી જતો અને પગ દબાવી લોક તોડી અને બાઇક લઇ ફરાર થઇ જતો હતો. તેમજ ઇકો કાર ચોરીમા તો આરોપીએ એક પડેલ કાર પાસે ચાવી બનાવવા ના કારીગરને લાવી ચાવી પડી ગયેલ હોઇ ચાવી બનાવી આપવાનું કહી જાહેરમાથી ચાવી બનાવી કાર ચોરી કરી ફરાર થયો હતો. હાલ તો આરોપી હરદિપ ફકત 19 વર્ષનો યુવક હોઇ અને હાલની હાઇ પ્રોફાઇલ જીંદગી જીવવા અને મોજશોખ કરવા ના શોખને લીધે ચોરીના રવાડે ચડયો અને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે..પરંતુ હવે પોલીસ વધુ આરોપીની પુછપરછમાં કેટલા વધુ બાઇક ચોરીનો ભેદ ઉકેલે છે તે જોવુ રહયુ.

Next Story