સુરેન્દ્રનગર
જિલ્લાના લખતર તાલુકાના ઝમર ગામ પાસે સુરેન્દ્રનગર થી અમદાવાદ તરફ જઈ રહેલ ગાડી
નંબર GJ.01.HX.3538 ટાટા મેક્સો ગાડીવાળાએ ઝમર
પાસે આવેલ એમ.આર.એસ. બેરિંગ્સની ફેક્ટરી પાસે ૩ મહિલાઓ લાકડા કાપી રહી હતી. જયારે
સુરેન્દ્રનગર થી અમદાવાદ જઈ રહેલ ટાટા મેક્સો ગાડી ચાલકે પુર ઝડપે ચલાવી અડફેટે
લેતા ત્રણેવ મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત
નિપજ્યા હતા.
આ અકસ્માતમાં વાઘેલા ભૂમિકા મોહનભાઇ ઉ.વર્ષ. 6,વાઘેલા મનીષાબેન દિનેશભાઇ ઉ.વર્ષ. 12,વાઘેલા
મીનાબેન મોહનભાઇ ઉ.વર્ષ.37 તણેવ રહેવાસી ઝમર મોતને ભેટયા
હતા. જયારે ગાડી કંપની પાસેની ખાડીમાં પલટી મારી ગઈ હતી.ગાડી ચાલક પંજાબ નેશનલ
બેંકના ચીફ મેનેજર પુરષોતમ વિનીત હોવાનું બહાર આવ્યું હતું. જેઓ જાતે જ અકસ્માત
બાદ લખતર પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયા હતા. આ બનાવની જાણ
થતા ઝમર ગામના લોકો એકઠા થયા હતા. નાના એવા ઝમર ગામ માં એક માસુઅમ બાળકી સહિત ત્રણ
મહિલાના મોતથી પરિવારને માથે આભ તુટી પડ્યું હતું અને ગામમાં શોકનો માહોલ સર્જાવા
પામ્યો હતો.