સૌરાષ્ટ્રમાં દીપડાનો હાંહાકાર : ગ્રામજનોએ કહ્યું’ ચોટીલા-બામણબોર વચ્ચે દેખાયો દીપડો, વન વિભાગે કર્યો ઇન્કાર

New Update
સૌરાષ્ટ્રમાં દીપડાનો હાંહાકાર : ગ્રામજનોએ કહ્યું’ ચોટીલા-બામણબોર વચ્ચે દેખાયો દીપડો, વન વિભાગે કર્યો ઇન્કાર

જંગલી પ્રાણીઓ જંગલ છોડી હવે શહેર અને ગામડાં તરફ

વળ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રના એક

બાદ એક કેટલાક જિલ્લાઓમાં

જંગલી પ્રાણીઓ જોવામાં આવી રહ્યા

છે. વારંવાર જંગલી પ્રાણીઓ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો

માહોલ સર્જાયો છે.

અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આતંક

હાલ ચર્ચાની એરણે છે, ત્યારે ગત રોજ વન વિભાગ

દ્વારા માનવભક્ષી દિપડાને ઠાર મારવામાં આવ્યો હતો. બગસરાની ગૌશાળામાં વનવિભાગ દ્વારા મારણ મુકી એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

ટ્રેપમાં દીપડો ફસાઈ જતાં તેને ઠાર મારવામાં આવ્યો છે. છેલ્લા 5 દિવસથી 3 સી.સી.એફ., 4 ડી.એફ.ઓ. સહિત 150 જેટલા વનકર્મીઓની

ટીમ કાર્યરત હતી. આજરોજ વહેલી સવારે દીપડો ચોટીલા-બામણબોર વચ્ચે દેખાયાની જાણ

ગ્રામજનો દ્વારા વનવિભાગને કરવામાં આવી હતી. જે જાણ બાદ વન વિભાગે તપાસ પણ શરૂ કરી

હતી, ત્યારે વનવિભાગે મીડિયા મારફત રાજકોટ રેન્જમાં કોઈ પણ

દીપડો ન હોવાની વાત જણાવી હતી. તો સાથે જ કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય તેવી વિનંતી પણ કરવામાં આવી છે.

Latest Stories