/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Spice-Jet.jpg)
૧૮૮ મુસાફરોને શ્વાસ અદ્ધર
સ્પાઈસ જેટના ૧૮૮ મુસાફરો ભરેલા વિમાને સવારે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું
મુંબઈથી દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં ૧૮૮ મુસાફરો સવાર હતાં.
વિમાનમાં હવાનું લૉ પ્રેસર સર્જાયા મુસાફરોને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે વિમાનનું સવારે ૭ વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.મુંબઈથી દિલ્હી જવા સ્પાઈસ જેટે મુંબઈ એરપોર્ટ પરથી આજે સવારે ઉડાન ભરી હતી. વિમાનમાં ૧૮૮ મુસાફરો સવાર હતાં. પરંતુ ચાલુ વિમાને અચાનક લૉ પ્રેસર સર્જાયું હતું.
જેના કારણે મુસાફરોને ગુંગલામણ અનુંભવાઈ હતી. એર લિકેજ થતા ફ્લાઈટના તમામ ઓક્સિજન માસ્ક પણ ખુલી ગયાં હતાં.જેથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાં હતાં. ક્રુ મેમ્બર તરફથી વિમાનના પાયલોટને આ બાબતેની જાણ કરવામાં આવી હતી.
પાયલોટે સમય સુચકતા દાખવી વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. સ્પાઈસ જેટના ૧૮૮ મુસાફરો ભરેલા વિમાને સવારે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. વિમાને લેન્ડિંગ કર્યા બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.