Connect Gujarat
દેશ

હવે આધારમાં ફેસ રેકોગ્નાઈઝેશનથી થશે વ્યક્તિની ઓળખ

હવે આધારમાં ફેસ રેકોગ્નાઈઝેશનથી થશે વ્યક્તિની ઓળખ
X

UIDAIએ કોઇ પણ વ્યક્તિની ઓળખ ફિંગરપ્રિન્ટ ઉપરાંત અન્ય રીતે કરવાનું એલાન કર્યું છે. હવે વ્યક્તિના ચહેરાનું ફોટા સાથે મેચિંગ થાય એ માટેના ફીચર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. 15 સપ્ટેમ્બરથી ટેલિકોમ કંપનીઓ સાથે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવશે. અગાઉ 1 જુલાઈથી ફેસ મેચિંગ માટેની સુવિધા લાગુ કરવા માટેની યોજના બનાવવામાં આવી હતી.

શનિવારે UIDAI જાહેરાત કરી હતી કે આ સુવિધા અંતર્ગત મોબાઇલ સીમ માટેની અરજી સાથે આપવામાં આવેલા ફોટોનું મેચિંગ વ્યક્તિની સામે લેવામાં આવેલા ફોટા સાથે કરવામાં આવશે. ટેલિકોમ કંપનીઓ સિવાય પણ અન્ય એજન્સીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.

હવેથી નવું મોબાઇલ સીમ લેવા માટે જ્યાં આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાં લાઇન ફેસ ફોટો કેપ્ચર અને ઈકેવાયસીમાં ફોટા સાથેનું વેરિફિકેશન કરવામાં આવશે. આ નિર્ણય પાછળનો હેતુ ફિંગરપ્રિન્ટ ક્લોનિંગને અટકાવવાનો છે. આ ઉપરાંત UIDAI હવે નવા સીમ અને એક્ટિવેશન માટેની પ્રોસેસ અને સુરક્ષાને વધુ કડક કરવાનું વિચારી રહી છે.

UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડએ જણાવ્યું હતું કે, જ્યારે નવું સીમ કઢાવવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે લાઇવ ફેસ ફોટો મેચ લાગુ થશે. ગત જૂન મહિનામાં હૈદરાબાદ શહેરમાંથી ખોટા આધાર પરથી સીમકાર્ડ ડિસ્ટ્રિબ્યૂટરે ફરજિયાત આધારકાર્ડની માગ કરીને એક કાર્ડ પરથી અનેક સીમ એક્ટિવેશન માટે દબાણ કરતા મામલો ગરમાયો હતો. આ કેસને ધ્યાને લઇને ફેસ મેચિંગ ફીચર્સ લાગુ કરવામાં આવશે

Next Story