હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ

New Update
હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ

તાજેતરના ભારે વરસાદને કારણે ભરૂચ જિલ્લાના ઘણાં ગામોને પુરની અસર થઈ હતી. રાજ્યના સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે હાંસોટ તાલુકામાં આવેલ બાડોદરા, બાલોતા, જુના આસરમા, જુના ઓભા ગામોની મુલાકાત લઈ પૂર અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી.

મંત્રીએ વહીવટીતંત્ર, જીઈબી, તલાટીઓને ગ્રામજનોના વિવિધ પ્રશ્નો તાકીદે હલ કરવા સુચના આપી હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે સબંધિત વિભાગના અધિકારીગણ, આગેવાન પદાધિકારીઓ જોડાયા હતા.