/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/3_1527578911.jpg)
વડોદરાની મુલાકાતે આવેલા ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી
વડોદરા ખાતે ભાજપા દ્વારા યોજાયેલી સંકલન બેઠકમાં હાજરી આપવા માટે આવેલા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મેં પાટીદાર સમાજને ક્યારેય કોંગ્રેસના પીઠ્ઠુા કહ્યા જ નથી. કોંગ્રેસ આ બાબતે જુઠ્ઠાણું ફેલાવી રહી છે. હું ખુલ્લી ચેલેન્જ આપુ છું કે, જો મેં પાટીદાર સમાજને કોંગ્રેસના પીઠ્ઠુ કહ્યા હોય તો ઓડિયો, વીડિયો જેવા પુરાવા રજૂ કરે. જો પુરાવા આપશે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.
જીતુભાઇ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના આગેવાન વીરજી ઠુમ્મરે મારા પરિવાર વિશે જે વાણીવિલાસ કર્યો છે. તે કોંગ્રેસની માનસિકતા છતી કરે છે. દુઃખની વાત તો એ છે કે, કોંગ્રેસના અગ્રણીઓ તેમનો બચાવ કરી રહ્યા છે. જે ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હું બોલતો નથી તેનો અર્થ એ નથી કે, હું તેનો જવાબ નઆપી શકુ. પરંતુ ભાજપ સંસ્કારમાં માણનારો પક્ષ છે. તેમણે ઉમેર્યું કે, જે કોંગ્રેસના અગ્રણી દ્વારા જે ટીપ્પણી કરવામાં આવી છે. તેનો અર્થ ગુજરાતીમાં કોઇપણ કોંગ્રેસનો કાર્યકર કોઇ પરિવારને સમજાવી બતાવે તો હું તેનું સ્વાગત કરીશ.