૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી દરમિયાન વધારે તીવ્ર બને તેવી સંભાવના

New Update
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી દરમિયાન વધારે તીવ્ર બને તેવી સંભાવના

ઉત્તર ગુજરાતની ૬ લોકસભા બેઠકો માટે અનેક કોંગી મૂરતિયાઓ મેદાનમાં

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ રાજ્યના પાર્ટીના નેતાઓ સાથે બેઠકોનો દોર ચલાવી રહ્યાં છે. હાલ કોંગ્રેસને તેના કેટલાક નેતાઓની ભારોભાર નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે જે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી દરમિયાન વધારે તીવ્ર બને તેવી સંભાવના છે.

આ સંભાવનાઓ કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકોમાં આકાર લઈ રહી હોવાનું જણાઈ આવે છે. આ બેઠકોમાં લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને સમીક્ષા કરવામાં આવી. આ સમીક્ષા બેઠકમાં ૨૫ લોકસભા બેઠકો માટે ચર્ચા થઈ હતી.

આ પૈકી ઉત્તર ગુજરાતની બેઠકો પર સૌથી વધારે મુરતીયાઓ મેદાનમાં આવ્યાં છે. આમ થવા પાછળનું એક કારણ એ પણ છે કે, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જીતની તકો વધારે છે તેવું કોંગ્રેસના નેતાઓ માને છે. આ બેઠકો પૈકી મહેસાણા, બનાસકાંઠા, બનાસકાંઠા અને પાટણ બેઠક પર સૌથી વધારે ઉમેદવારો સામે આવ્યા છે.

મહેસાણા લોકસભા બેઠક માટે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે દાવેદારી કરી છે. જો કે સામે પટેલ અને ઓબીસી સમાજે પણ પોતાનો ઉમેદવારો ઉભા રાખવા રજૂઆત કરી છે.

તેવી જ રીતે બનાસકાંઠા લોકસભા બેઠક માટે તો કુલ ૪ દાવેદારો મેદાનમાં આવ્યા છે. તેમણે દાવેદારી નોંધાવી છે. આ પૈકી ડીસાના ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી, ધાનેરાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ચૌધરી આગેવાન જોઇતાભાઇ પટેલ દાવેદાર છે. આ સિવાય યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત અને દિનેશ ગઢવીએ દાવેદારી નોંધાવી છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર ૩ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી મધુસુદન મિસ્ત્રી, ડાહ્યાભાઇ પટેલ અને અશ્વિન કોટવાલે કરી દાવેદારી દાવો છે.

તો પાટણ બેઠક પર ઠાકોર ઉમેદવારની માંગ કરાઈ છે. આ બેઠક માટે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનું નામ એકમતે રજૂ કરાયું હતું. જો કે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પણ શકયતા રહેલી છે.

રાજ્યભરમાં કઈ બેઠક પર કોણે નોંધાવી ઉમેદવારી?

આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી, બનાસકાંઠા બેઠક પર ૪ નામમાં ગોવાભાઈ રબારી, ગુલાબસિંહ રાજપૂત, જોઈતા પટેલ અને દિનેશ ગઢવી, સાબરકાંઠા બેઠક પર ૩ નામમાં મધુસુદન મિસ્ત્રી, ડાહ્યાભાઇ પટેલ અને અશ્વિન કોટવાલ.

પાટણ બેઠક પર જગદીશ ઠાકોર.,સુરેન્દ્રનગર બેઠક પર સોમાભાઈ પટેલ અથવા કોઈ કોળી નેતા.,કચ્છ બેઠક પરથી ૩ નામમાં નરેશ મહેશ્વરી, મનિષ ચાવડા અથવા જિજ્ઞેશ મેવાણી.

જામનગર બેઠક પર ૩ નામમાં વિક્રમ માડમ, હેમંત ખવા અને મેરામણ ગોરીયા.,અમરેલી બેઠક પરથી જેની ઠુમ્મર, કોકીલાબેન કાકડીયા.,જૂનાગઢ બેઠક પરથી પુંજાભાઇ વંશ અને હર્ષદ રીબડીયા.

જૂનાગઢ બેઠક પરથી કોઈ કોળી નેતા.,બારડોલી બેઠક માટે હાલ તુષાર ચૌધરી., ભરૂચ બેઠક પર હાઈકમાન્ડ જે નામ નક્કિ કરશે તે નક્કી., વલસાડ બેઠક પર કિશન પટેલ, જીતુ ચૌધરી અને અનંત પટેલ.

પંચમહાલ બેઠક પરથી રાજેન્દ્રસિંહ પટેલ અને વેચાટ ખાંટ.,દાહોદ બેઠક પર પ્રભાબેન તાવીયાડ.,છોટાઉદેપુર બેઠક પર ૪ નામમાં રણજીત રાઠવા, ધીરૂભાઇ ભીલ, રાજેન્દ્રસિંહ રાઠવા, સુખરામ રાઠવા.

ખેડા બેઠક પર નટવરસિંહ ઠાકોર અને નટવર સિંહ મહિડા.

Latest Stories