New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/8499d922-a1fe-4d89-8791-d2ac19fe2f36-2.jpg)
GIDC સ્થિત તક્ષશિલા શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકો, વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો
અંકલેશ્વર જીઆઈડીસી ગણેશપાર્ક સ્થિત તક્ષશિલા વિદ્યાલય અને ઈ.એન.રીવાયવ ગ્રુપના સહયોગથી કોસમડી તળાવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ તળાવની આજુબાજુ વૃક્ષો વાવ્યા હતાં. જીઆઈડીસી વિસ્તારમાં શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી પર્યાવરણની જાગૃતિ લાવવા સાથે બેટી પઢાઓ બેટી બચાવોના નારા સાથે રેલી નીકળી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વર ઉદ્યોગમંડળના પ્રમુખ મહેશ પટેલ હાજર રહ્યાં હતાં. કોસમડી ગામના સરપંચ અજીત વસાવા તેમજ શાળાના આચાર્ય જશવંત પરમારે પણ શાળાના બાળકો સાથે રહીને કોસમડી તળાવની આજુબાજુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કર્યુ હતું.