Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ જે.એન.પીટીટ લાઈબ્રેરીમાં 2 ઓક્ટબરે યોજાશે બાળકો માટે વકતૃત્વ સ્પર્ધા

અંકલેશ્વરઃ  જે.એન.પીટીટ લાઈબ્રેરીમાં 2 ઓક્ટબરે યોજાશે બાળકો માટે વકતૃત્વ સ્પર્ધા
X

10થી 15 વર્ષની વય મર્યાદાનાં બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે

આગામી 2 ઓક્ટબરે ગાંધી જયંતિની સાર્ધશતાબ્દિ નિમિત્તે અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં શહેરની શાળાનાં બાળકો ભાગ લઈ શકશે. આ વકતૃત્વ સ્પર્ધા ગાંધીજીના જીવન પ્રસંગોને આધારિત રહેશે. સાથે સ્પર્ધકો ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં રજૂઆત કરી શકશે.

અંકલેશ્વરનાં ચૌટાબજાર સ્થિત જે.એન.પીટીટ લાઈબ્રેરી ખાતે આગામી 2 ઓક્ટબરનાં રોજ સવારે 10 કલાકે આ સ્પર્ધા શરૂ થશે. તેના માટે સ્પર્ધકો અગાઉથી જ પોતાના નામની નોંધણી કરાવી શકશે. સ્પર્ધામાં 10થી 15 વર્ષની વયમર્યાદાનાં કોઈપણ વિદ્યાર્થી ભાગ ળઈ શકશે. અને ગાંધીજીનાં કોઈ એક પ્રસંગ વિશે બોલવાનું રહેશે. જેમાં સ્પર્ધકને 3 મીનિટનો સમય મળશે. આ સ્પર્ધામાં એક શાળામાંથી વધુમાં વધુ 3 સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધાનાં 3 વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોબાઈલ નંબર 9427327617 ઉપર તથા 241476 લેન્ડલાઈન નંબર ઉપર સંપર્ક કરી શકાશે તેવું એક યાદીમાં જણાવાયું છે.

Next Story
Share it