અંકલેશ્વરઃ નેશનલ હાઇવે ઉપર અકસ્માતોની વણઝાર, સર્જાયો ટ્રાફિક જામ

New Update
અંકલેશ્વરઃ નેશનલ હાઇવે ઉપર અકસ્માતોની વણઝાર, સર્જાયો ટ્રાફિક જામ

અમરાવતી બ્રિજ ઉપર એસટી બસે કારને અડફેટે લીધી, પાઈપ ભરેલા ટ્રેલર ચાલકે બ્રેક મારતાં વિચિત્ર અકસ્માત

અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતોને લઇ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. અમરાવતી બ્રિજ પર બસ અને મારુતિ ફન્ટી કાર વચ્ચે અકસમાત સર્જાયો હતો. જોકે સદનશીબે કોઈને ઇજા થઈ નહોતી. જ્યારે નવજીવન હોટલ પાસે રાહદારીઓને બચવવા જતાં ટ્રેલર ચાલકે મારેલી બ્રેકને લઇ વિચિત્ર અકસમાત સર્જાયો હતો. ટ્રેલરમાં રહેલા ભારે પાઇપનો જથ્થો કેબીન તરફ ધસી આવતાં કેબીનનો ખુરદો બોલી ગયો હતો. જોકે કેબીનમાં બેઠેલા ડ્રાઈવર-ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર મંગળવારના રોજ અકસમાતોની હારમાળા સર્જાયી હતી. જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રાજપીપલા ચોકડી તેમજ અન્સાર માર્કેટ પાસે નાના અકસમાતને બાદ કરતાં અમરાવતી બ્રિજ પર એસટીબસ અને મારુતિ કાર વચ્ચે અકસમાત થયો હતો. કાર પાછળ બસ ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે તેમાં સદનશીબે કોઈ જાનહાની પહોંચી નહોતી.

બીજા અસક્માતમાં સુરતથી અમદાવાદ તરફ ભારે પાઇપ લાઈને આવી રહેલી ટ્રેલરનો નવજીવન હોટલ અને તાપી હોટલ પાસે વિચત્ર અકસ્માત થયો હતો. જેમાં રાહદારીને બચાવા માટે ટ્રેલર ચાલકે જોરદાર બ્રેક મારતાં ટ્રેલરમાં રહેલ બાંધેલ પાઇપોનો જથ્થો કેબીન તરફ ધસી આવ્યો હતો. જેમાં કેબીનનો ભાગ અને રોડ વચ્ચે સેન્ડીવીચ બની ગયો હતો. આખું કેબીન કચ્ચરઘાણ વળી ગયું હતું. સદ્દનસીબે અંદર બેઠેલા ડ્રાઈવર ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.