અંકલેશ્વરઃ પાલિકા વિસ્તારમાં આવેલી ૧૩૦ જર્જરિત ઇમારતો ઉતારી લેવા નોટીસ 

New Update
અંકલેશ્વરઃ પાલિકા વિસ્તારમાં આવેલી ૧૩૦ જર્જરિત ઇમારતો ઉતારી લેવા નોટીસ 

ચોમાસુ શરૂ થતાંની સાથે જ કેટલીક ઈમારતો જોખમી બનતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું

ભરૂચ સહિત ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઇ ચુક્યો છે. પ્રથમ વરસાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી તેવર બતાવી દીધા છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરમાં આવેલા જર્જરિત ઈમારતો ઉતારી લેવા માલિકોને નોટિસ પાઠવી છે. જોખમી ઈમારતોને સત્વરે ઊતારી લેવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.

publive-image

ચોમાસાની સિઝનમાં જોખમી ઈમારતો ઘણી વખત જીવલેણ સાબિત થતી હોયો છે. ત્યારે સાવચેતીના પગલા રૂપે તંત્ર દ્વારા લોકોને અવગત કરવામાં આવતા હોય છે.

અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં આવેલી જોખમી ઈમારતો બાબતે તંત્ર પણ સતર્ક બન્યું છે. પાલિકા વિસ્તારમાં આવેલી ૧૩૦ જેટલી જર્જરિત ઇમારતોના મકાન માલિકોને નોટીસ પાઠવી દેવામાં આવી છે. આવી જોખમી ઇમારતો ઉતારી લેવા અથવા તેનું સમારકામ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

publive-image

ચોમાસના સમયમાં જર્જરિત મકાનો પડી જવાની અનેક ઘટના બનતી હોય છે. જેમાં જાનમાલનું પણ નુકશાન થાય છે. ત્યારે આવી ઇમારતો ઉતારી લેવા તંત્ર દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Latest Stories