/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/d4e2af1e-71d1-4734-a441-96209a93342d.jpg)
પોલીસે રાજપીપલા ચોકડી પાસેના સ્વસ્તિક કોમ્પ્લેક્ષમાં દરોડા પાડી જુગરિયાઓને ઝડપી પડ્યા
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે હાલમાં ચાલી રહેલા શ્રાવણીયા જુગારને લઈને દરોડાની કાર્યવાહી શરૂ કર છે. ત્યારે રાજપીપલા ચોકડી સ્થિત સ્વસ્તિક કોમ્પ્લેક્ષની એક દુકાનમાં ચાલતા શ્રાવણીઆ જુગરધામ પર દરોડા પાડતાં ખેલીઓમાં નાસભાગ મચી હતી. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 6.99 લાખ ઉપરાંતના મુદામાલ સાથે 8 જુગરિયાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજપીપલા ચોકડી પાસે આવેલા સ્વસ્તિક કોમ્પ્લેક્ષનાં પહેલા માળે દુકાન નંબર 25 માં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જે સંદર્ભે પોલીસે બાતમી વાળી જગ્યા ઉપર ચેક કરતા કેટલાંક શખ્સો હારજીતના પાનાપત્તાનો જુગાર રમતા હોવાનું માલુમ પ હતું. પોલીસે સ્થળ પરથી દાવ ઉપર લાગેલા રૂપિયા 8900, ઝડપાયેલા જુગરિયાઓની અંગઝડતિના રૂપિયા 50295 તેમજ 8 નંગ મોબાઈલની કિંમત રૂપિયા 35500 તથા એક મારુતિ સ્વીફ્ટ ડિઝાયર કાર અને બુલેટની કિંમત રૂપિયા 6.05 લાખ મળી કુલ રુપિયા 6.99 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઝડપી પાડેલા શખ્સોમાં મયૂરસિંહ ભુપતસિંહ વાઘેલા રહેવાસી. એ/ 118 જીઆઈડીસી અંકલેશ્વર, રવિન્દ્ર રમેશ કોલી રહે. 205 સીનેપ્લાઝા બિલ્ડીંગ મહારાજા નગર સંજલી અંકલેશ્વર, જયેશ પ્રહલાદ પટેલ રહે. 205 આશીર્વાદ એપાર્ટમેન્ટ સરદાર પાર્ક જીઆઇડીસી અંકલેશ્વર, જયસુખ બચુ પટેલ રહે. , રૂમ ન. 1 ક્રિષ્ના પાર્ક સોસાયટી, જીઆઇડીસી અંકલેશ્વર , જયેશ હરગોવિંદ ગાંધી રહે. 206 આશીર્વાદ એપાર્ટમેન્ટ સરદાર પાર્ક જીઆઇડીસી અંકલેશ્વર, પ્રેમચંદ ભૂલ્લર પાલ રહે. એફ 25 સ્વસ્તિક કોમ્પ્લેક્ષ રાજપીપલા ચોકડી અંકલેશ્વર , સુનિલ રાજધર પાંડે. રહે 146 શુભમ રેસિડેન્સી રાજપીપલા ચોકડી અંકલેશ્વર , અને કલ્પનાથ સુખબર પાલ રહે. 141 સરદાર પાર્ક 3 જીઆઇડીસી અંકલેશ્વર તમામ આંઠ જુગરીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ચાર અને પાંચ હેઠળ ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.