Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ GIDC સ્થિત A પમ્પિંગ સ્ટેશન નજીક જૂની લાઈન દૂર કરતુ GPCB

અંકલેશ્વરઃ GIDC સ્થિત A પમ્પિંગ સ્ટેશન નજીક જૂની લાઈન દૂર કરતુ GPCB
X

આજરોજ નોટીફાઈડ કચેરી, જીપીસીબી, એનસીટી, ડ્રેનેજ કમિટી હાજરીમાં કામગીરીનો ફરીથી પ્રારંભ કરવામાં આવ્યો

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા A પમ્પીંગ સ્ટેશન નજીક જૂની લાઈન દૂર કરવાની કવાયત જીપીસીબીએ આરંભી હતી. એન.સી.ટી ઈનલેટમાં ફરી એમોનિકાલ નાઇટ્રોઝનનું પ્રમાણ વધતા ભૂતિયા કનેક્શન સહીત બિન જરૂરી જૂની પાઈપલાઈન સ્ટ્રેટેજીકલ રીતે દૂર કરવા કવાયત આરંભી હતી. નોટીફાઈડ કચેરી, જીપીસીબી, એનસીટી, ડ્રેનેજ કમિટી હાજરીમાં કામગીરીનો શરૂ કરી હાઇકોર્ટની ગાઈડ લાઇનનું પાલન કરવાની તજવીજ આરંભી હતી.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હાઈકોર્ટે આપેલા હુકમ મુજબ બિન જરૂરી અને સંભવિત ગેરકાયદેસરના પાઇપ લાઈનના જોડાણો શોધી દૂર કરવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી ચોમાસાને લઈને બંધ હત જે ફરી આજ થી ફરી શરૂ કરવામાં આવી છે.

[gallery size="large" td_select_gallery_slide="slide" td_gallery_title_input="GIDC" ids="61411,61412,61413"]

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા એ પંપીંગ સ્ટેશનની પાસે આવેલી જૂની પાઇપ લાઈન દૂર કરવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. જે કામગીરીમાં અંકલેશ્વર નોટિફાઈડ, જીપીસીબીના અધિકારી એનસીટીના અધિકારીઓ અને એસોસિએશનના ડ્રેનેજ કમિટીના હોદ્દેદારો જોડાયા હતા. તમામની હાજરીમાં આ કનેકસનો દૂર કરવામાં આવ્યા હતા.

આ બાબતે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસમાં એનસીટીના ઈનલેટમાં જતા એફલુએન્ટમાં NH3 (એમોનિકલ નાઇટરેટ) માન્ય માપદંડ થી થોડું વધારે જઈ રહ્યું છે. સુધરી ગયેલા એફલુએન્ટના માપદંડમાં વધારે બગાડના થાય તેથી સાવચેતીના પગલાં રૂપે ચોમાસાની ઋતુ માટે બંધ કરેલ કામગીરી ફરીથી શરૂ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બિનઉપયોગી તેમજ શંકાસ્પદ લાગતી પાઈપલાઈન દૂર કરવામાં આવી રહી છે. ભૂતિયા કનેક્શન માટે આગામી દિવસોમાં સ્ટ્રેટેજીકલ રીતે કામગીરી કરવામાં આવશે.

હાઈકોર્ટેમાં ચાલતી પીઆઇએલના અરજદાર અને પ્રકૃતિ શૂરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી માટેની તારીખ 23.08.18 છે. જ્યાં અત્યાર સુધી થયેલી કાર્યવાહીનો રિપોર્ટ જીપીસીબી, નોટિફાઈડ અને એનસીટીના અધિકારીઓએ આપવાનું છે. તે રિપોર્ટના આધારે કોર્ટ આગળના હુકમ કે દિશા નિર્દેશ આપશે. એનસીટીમાં જતા એફલુએન્ટમાં સુધારો થયેલ હતો. પરંતુ છેલ્લા 20 દિવસના રિપોર્ટમાં NH3 એમોનિકલ નાઇટરેટમાં માપદંડમાં થોડો વધારો થયેલ છે. જેમાં સુધારો થાય એવા પગલાં લેવા તંત્રને અપીલ છે.

Next Story