/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-53.jpg)
જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનાં આક્ષેપો કરતા ગ્રામજનો
અંકલેશ્વર તાલુકાનાં ઉમરવાડા ગામ ખાતે ઔધોગિક પ્રદુષણની ફરિયાદો ઉઠતા ગ્રામજનો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનાં આક્ષેપો પણ તેઓ કરી રહ્યા છે.
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતને અડીને આવેલ ઉમરવાડા ગામમાં ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદુષિત પાણી અને હવાનાં પ્રદુષણને કારણે ગામનાં રહીશો ભારે ત્રાસજનક પરિસ્થિતિ અનુભવી રહ્યા છે.
ઉમરવાડા ગામનાં રહીશ જુનેદ પાંચભાયાએ જણાવ્યુ હતુ કે ઉદ્યોગો દ્વારા ખોટી રીતે કેનાલ બનાવીને તેમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે, અને રાત્રીએ હવાનાં પ્રદુષણ થી પણ લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.
વધુમાં આ અંગે અંકલેશ્વર જીપીસીબીનાં અધિકારીને વારંવારની રજૂઆત બાદ પણ તેઓ દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ભરૂચ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચકક્ષા સુધી લેખિતમાં ફરિયાદ કરીને તપાસની માંગ તેઓએ કરી છે.