Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના ભડકોદ્રા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિન્હ ફાળવણી પહેલાજ બેનરો લાગી જતા ફરિયાદ

અંકલેશ્વરના ભડકોદ્રા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિન્હ ફાળવણી પહેલાજ બેનરો લાગી જતા ફરિયાદ
X

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ચૂંટણી ચિન્હ સાથેના બેનરો શિવ રાગીણી પેનલ દ્વારા ઠેર ઠેર લગાડવામાં આવતા આ અંગે આચાર સંહિતા ભંગની ફરિયાદ હરીફ પેનલ દ્વારા કરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ ભડકોદ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને વિવાદ વકર્યો છે, કારણકે હજી સુધી ચૂંટણી ચિન્હની ફાળવણી થઇ નથી ત્યાંજ શિવ રાગીણી પેનલ દ્વારા પોતાના ચૂંટણી ચિન્હન સાથેના બેનરો ઠેર ઠેર લગાવી દેતા આ અંગે સરપંચ પદના હરીફ પેનલના ઉમેદવાર દ્વારા ચૂંટણી અધિકારીને આ અંગે ફરિયાદ કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

687fb950-09a1-49d9-97e6-cc6d06168579

ભડકોદ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને શરુ થયેલા વિવાદે લોકોમાં પણ ભારે ચર્ચાઓ જગાવી છે. ત્યારે ચૂંટણી ચિન્હની ફાળવણી અગાઉજ ચૂંટણી ચિન્હ સાથેના બેનરો લગાવવામાં આવતા સરપંચ પદના ઉમેદવાર સહિત સભ્યો માટે આ ઘટના એસિડ ટેસ્ટ સમાન બની ગઈ છે. આ અંગે ચૂંટણી અધિકારી દ્વારા આચાર સંહિતા ભંગ બદલ સૂચના આપવામાં આવતા પેનલ દ્વારા ચૂંટણી ચિન્હ પર કાગળ ચોંટાડી દેવામાં આવ્યા છે પંરતુ હજી પણ ઠેર ઠેર ચૂંટણી ચિન્હો વાળા બેનરો નજરે પડી રહ્યા છે.

Next Story