New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/WhatsApp-Image-2019-08-19-at-14.36.00.jpeg)
અંકલેશ્વર શહેર પોલીસને મોતાલી ગામ પાસેથી રીક્ષામાં વિદેશી દારૂ લઈ જવામાં આવનાર છે તેવી બાતમી મળી હતી. જેના આધારે મોતાલી ગામના સ્મશાન પાસે વોચ ગોઠવી બાતમીવાળી રીક્ષા આવતા પોલીસે અટકાવતા રીક્ષામાં બેઠેલા બે ઇસમો નાસી છુટયાં હતાં. જયારે રીકશાચાલકને ઝડપી લેવાયો હતો.
રીકશામાંથી પોલીસને દારૂની 45 બોટલ મળી આવી હતી. પોલીસે અંકલેશ્વરના તાડ ફળીયામાં રહેતા શાહરૂખ નજીર મલેકને ઝડપી પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂ અને રીક્ષા મળી કુલ ૬૮ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જયારે ફરાર થઇ ગયેલા સલીમ મલેક અને રાહુલ અર્જુન વસાવાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.