/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/9l9tdNfv.jpg)
ગત તારીખ ૦૩/૧૦/૨૦૧૯ ના રોજ અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ સહજાનંદ કેમિકલ માંથી ગેરકાયદેસર રીતે ટેન્કર દ્વારા અમદાવાદ તરફ કેમિકલ નિકાલની પ્રવૃત્તિ થતી હતી. જેની જાણકરી પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ભરૂચ જી પી સી બી ના પ્રાદેશિક અધિકારીને કરાતા પ્રાદેશિક અધિકારી શ્રી મોદી સાહેબ દ્વારા ટેન્કર ને નબીપુર પાસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બાબતની માહિતી વડી કચેરી ને કરવામાં આવી હતી. જ્યાં આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ વડી કચેરી દ્વારા સહજાનંદ કેમિકલને તાત્કાલિક અસર થી ક્લોઝર તેમજ ૫૦ લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ બાબતની પોલીસ ફરિયાદ પણ પ્રાદેશિક અધિકારી દ્વારા કરવામાં આવેલ છે. જેની તપાસ પણ હાલ ચાલી રહેલ છે. આમ આ કાર્યવાહીથી ગેરકાયદેસરના કેમિકલ નિકાલના કૃત્યો કરનારાઓમાં ભયનો માહોલ સર્જાયો છે.