/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-45.jpg)
અંકલેશ્વર શહેરનાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે તારીખ 16મી સપ્ટેમ્બર શનિવારનાં રોજ મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ભરૂચ નર્મદા જિલ્લાનાં મેગા જોબફેરનાં પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રવાસન અને વન મંત્રી ગણપતસિંહ વસાવા, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જોબફેરમાં અંકલેશ્વર, પાનોલી અને દહેજ ઔદ્યોગિક વસાહત મળીને 75 થી વધુ ઉદ્યોગોએ 7500 જેટલી વેકેન્સી મૂકી હતી, અને રોજગારી માટે 17000 થી વધુ યુવાનોએ રોજગારી માટે ઓનલાઇન નોંધણી કરાવી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રવાસન અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતુ કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી નવસર્જન યુવા રોજગારી નોંધણી માત્ર ચૂંટણીમાં યુવાનોનો વોટબેંક તરીકે ઉપયોગ કરવા માટે છે. જ્યારે રાજ્ય સરકારે રોજગાર મેળા યોજીને ગુજરાતમાં ખાનગી ક્ષેત્રમાં 10 લાખ અને સરકારી નોકરીમાં 73000 યુવાનોને રોજગારી આપવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.
વધુમાં મંત્રી ગણપતસિંહ વસાવાએ ઉદ્યોગોએ સરકારનાં નિયમ મુજબ સ્થાનિક 80 ટકા યુવાનોને રોજગારી આપવાનું ધ્યાન રાખવું જોઈએ તેવી ટકોર પણ કરી હતી.