Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : એરોગ્રીન ટેક કંપનીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ

અંકલેશ્વર : એરોગ્રીન ટેક કંપનીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ
X

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એરો ગ્રીન ટેક કંપનીમાં

બુધવારે સવારના સમયે અચાનક ભીષણ આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આગ લાગવાનું કારણ

હજી સુધી બહાર આવી શકયું નથી.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એરો ગ્રીન ટેક

કંપની WSFનું નિર્માણ કરે છે. બુધવારે સવારના સમયે અચાનક આગ લાગી હતી. આગને જોતા

કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીઓ બહાર દોડી આવ્યાં હતાં. કંપનીમાં રહેલા પુઠ્ઠાના

જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખો પ્લાન્ટ બળીને રાખ થઇ ગયો હતો.

આગના ધુમાડા દુર દુર સુધી દેખાયા હતાં અને આખો દિવસ જીઆઇડીસી વિસ્તાર લાયબંબાની

સાયરનોથી ગુંજતો રહયો હતો. અંકલેશ્વર નોટીફાઇડ, ડીપીએમસી તથા પાનોલીથી આવેલા લાશ્કરોએ પાણીનો મારો

ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ કંપનીની બહાર લોકોના ટોળા

એકત્ર થઇ ગયાં છે. આગ લાગવાનું ચોકકસ કારણ હજી સુધી બહાર આવી શકયું નથી.

Next Story