/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/01194515/1.jpg)
અંકલેશ્વર ખાતે કાર્યરત માં વિધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી સિદ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર
વાલિયા રોડ સ્થિત સિદ્ધિ વિનાયક સોસાયટી ના હોલ ખાતે આયોજીત રક્તદાન શિબિરમાં
વહેલી સવારથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા 100થી પણ વધુ
રક્તદાતાઓએ "રક્તદાન એ જ મહાદાન" સૂત્રને અનુસરીને રક્તદાન કર્યું હતું.
રક્તદાન શિબિરમાં ભરૂચની રેડક્રોસ સંસ્થા દ્વારા વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં
આવી હતી.
રક્તદાન
પ્રસંગે મા વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી આર એન શુક્લા અનિલ શુક્લા તેમજ
સિદ્ધિવિનાયક ટ્રસ્ટના દેવીદાસ પાટીલ સતેન્દ્ર શુક્લા સહિત મોટી સંખ્યામાં સભ્યો
તેમ જ રક્તદાતાઑ ઉપસ્થિત રહ્યા હતા.
આ
પ્રસંગે ઉપસ્થિત ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે
રક્તદાન એ સાચા અર્થમાં મહાદાન છે કેમ કે કોઈની જિંદગી એ બચાવે છે. આવી શિબિરો કે
આવા કેમ્પ થતા હોય એ આપણી સંસ્કૃતિ અને સમાજ પ્રત્યેની જાગૃતિ બતાવે છે. સમાજના
તમામ લોકોએ પોતે પણ આ રીતે રક્તદાનનો મહિમા સમજીને કોઈની જિંદગી માટે રક્તદાન
કરવું જોઈએ.