અંકલેશ્વર જીઆઈડીસી માંથી ભંગાર ભરેલ શંકાસ્પદ ટ્રક ઝડપાય

New Update
અંકલેશ્વર જીઆઈડીસી માંથી ભંગાર ભરેલ શંકાસ્પદ ટ્રક ઝડપાય

પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને સ્ક્રેપનો સામાન તેમજ ટ્રક મળી કુલ રૂ ૭.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

અંકલેશ્વર જીઆઈડીસી ની એશિયન પેઈન્ટસ ચોકડી પાસેથી ભરૂચ એલસીબી પોલીસે

ભંગારનો સામાન ભરેલ ટ્રક સાથે ચાલકની અટકાયત કરી હતી.

ભરૂચ એલસીબીનાં સુત્રો અંકલેશ્વર જીઆઈડીસીમાં રાત્રી પેટ્રોલીંગમાં હતા

તે દરમ્યાન એક ટ્રક એશિયન પેઈન્ટસ ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ

રહી હતી. જે ટ્રક ને પોલીસે અટકાવી ટ્રક ચાલક રાજેન્દ્રસિંહ ભુલાની

ટ્રકમાં ભરેલ સામાન અંગે પૂછપરછ કરી હતી, પરંતુ તે પોલીસને યોગ્ય

પ્રત્યુત્તર આપી શક્યો ન હતો.

એલસીબી પોલીસે ટ્રકમાં ભરેલ લોખંડ સહિતનો ભંગારનો સામાન ચોરીનો હોવાની

શંકાના આધારે ટ્રક ચાલકની અટકાયત કરી હતી અને ટ્રકમાં ભરેલ ભંગાર ૧૬,૭૧૦

કિલોગ્રામ કિંમત રૂપિયા ૨,૯૩,૫૮૦નો મુદ્દામાલ જપ્ત કરીને જીઆઈડીસી પોલીસ

મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

Latest Stories