/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/vlcsnap-2019-04-05-17h55m35s479.png)
અંકલેશ્વરમાં વધતા જતાં ટ્રાફિકને કારણે અડચણ રૂપ બાઇકો ડીઈટેન કરી ટ્રાફિક પોલીસે રસ્તામાં મુકેલી બાઇકોનું દબાણ હટાવવાનું શરૂ કર્યું.
દિનપ્રતિદિન અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકને લઈને અડચણ ઉભી થતી રહે છે. તેનું મુખ્ય કારણ આડેધડ રોડ ઉપર મોટર વાહન પાર્કિંગ કરવાથી થતી અડચણ. પરંતુ અંકલેશ્વર ટ્રાફિક પોલીસે ગેરકાયદેસર પાર્કિંગ કરેલી મોટરસાયકલ ને ઉઠાવવા માટે એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૦ થી ૧૫ જેટલી બાઈકો ડીટૈન કરવા સાથે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ મુસાફરો પાર્કિંગના હોવાના કારણસર રોડ પર પાર્કિંગ કરવું પડે છે તેવી પણ મૌખિક રજૂઆત ટ્રાફિક પોલીસકર્મીઓને કરવામાં આવી હતી. પરંતુ અમે અમારા કાયદાનું પાલન કરીએ છીએ તેવું જણાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ને ગેરકાયદેસર પાર્કિંગ કરેલી ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી.