Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં એક કાચું મકાન થયું ધરાશાયી

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં એક કાચું મકાન થયું ધરાશાયી
X

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે માળનું મકાન ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી છે.

[gallery td_gallery_title_input="અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં એક કાચું મકાન થયું ધરાશાયી" td_select_gallery_slide="slide" size="large" ids="106284,106282,106283,106286"]

અંકલેશ્વર શહેરમાં વરસી રહેલા વરસાદ વચ્ચે શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે રવિવારના રોજ સાંજના સમયે ભારે વરસાદને પગલે ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાનમાં રહેતા ભાડુઆતે ૧૫ દિવસ પહેલા મકાન ખાલી કરી દેતા મોટી ઘટના ટળી હતી. મકાન ધરાશાયીને કારણે વીજ પોલ પણ તૂટી પડ્યો હતો. જેને પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો. જયારે આ જ વિસ્તારમાં આવેલ અન્ય જર્જરિત તૂટી પડવાની તૈયારીમાં છે જેથી આ વિસ્તારમાં શાક માર્કેટ આવ્યું હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા વર્તાતી હોય જેથી આ મકાનને તંત્ર દ્વારા તાત્કાલિક ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Next Story
Share it