અંકલેશ્વર: સાંસદ અહેમદ પટેલના પ્રયાસોથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના બે પ્રકલ્પોનું લોકાર્પણ

New Update
અંકલેશ્વર: સાંસદ અહેમદ પટેલના પ્રયાસોથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના બે પ્રકલ્પોનું લોકાર્પણ

ભરૂચ જિલ્લાના

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પ્રયાસોથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના બે પ્રકલ્પોનું

લોકાર્પણ આજરોજ અંકલેશ્વર ખાતે કરાયું હતું. 

Advertisment
publive-image
publive-image

અંકલેશ્વરના

પીરામણ ગામની હદમાં આવેલ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાનો જીર્ણોદ્ધાર કરી

તેને અદ્યતન બનાવવામાં L&T કંપની તેમજ અહમદભાઈ પટેલનો સહયોગ સાંપડ્યો હતો. આ અદ્યતન શાળાનું

લોકાર્પણ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા

પંચાયતની શિક્ષણ સમિતિના ચેરપર્સન સરલાબેન વસાવા,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન ચૌધરી, જિલ્લા કોંગ્રેસના અગ્રણી નાજુ ફડવાલા, મગનભાઈ માસ્તર, પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ વિષ્ણુ વસાવા, ઉપસરપંચ

ઈરફાન પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ શાળામાં હવેથી સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટરલેબ જેમાં સીસીટીવી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થવા પામી છે.