અંકલેશ્વર GIDCમાં આવેલ સજ્જન ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતાં લાગી આગ

New Update
અંકલેશ્વર GIDCમાં આવેલ સજ્જન ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતાં લાગી આગ

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ સજ્જન ઇન્ડિયા કંપનીમાં અચાનક બ્લાસ્ટ થઇ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.

ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ સજ્જન ઇન્ડિયા કંપનીમાં આજે સવારના સમયે અચાનક ઘડાકા સાથે બ્લાસ્ટ થઈ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘડાકાભેર થયેલ બ્લાસ્ટમાં કંપનીમાં રહેલ સોલ્વંન્ટ સહિતના ડ્રમો હવામાં ઉછળતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. એકાએક ફાટી નિકળેલ આગ સોલવંન્ટ સહિતના ડ્રમના પગલે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપની સત્તાધિશો તેમજ કામદારો અને આસપાસની કંપનીઓમાં સૌના જીવ તાળવે ચોંટયા હતા.

આ ઘટનાનાની જાણ ફાયર વિભાગને કરાતા વિકરાળ આગના પગલે ૧૦ જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.જોકે આ સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભાવ્યો હતો. કંપનીમાં લાગેલ આ આગ હાલમાં કેવી રીતે લાગી તે તેમજ કેટલું નુકશાન થવા પામ્યું છે તે હજુ જાણી શકાયું નથી.

આગે વિકરણ સ્વરૂપ ધારણ કરતા 10 થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે .

Latest Stories