Top
Connect Gujarat

અંકલેશ્વર ONGC ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી કરાશે

અંકલેશ્વર ONGC ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી કરાશે
X

અંકલેશ્વર ONGCનાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે તરીખ 15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમ અંતર્ગત તૈયારીનાં ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર સંદિપ સાંગલેની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે સહિતના જિલ્લાના અધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર ONGC હેલીપેડ ખાતે આયોજીત સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સહકાર મંત્રી ઈશ્વસિંહ પટેલ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે .ઘ્વજવંદન બાદ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ કૃતિઓ તથા યોગાસનનાં કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

આ ઉપરાંત પોલીસ બેન્ડ, SRP, હોમગાર્ડ જવાનો, NCC, NSSનાં વિદ્યાર્થીઓની પ્લાટુનો માર્ચ પાસ્ટ પણ રજુ કરશે. આ પ્રસંગે સ્વતંત્ર સેનાની સહિત તેજસ્વી પ્રતિભાવોનું પ્રશસ્તિપત્ર ટ્રોફી એનાયત કરીને બહુમાન કરવામાં આવશે. જ્યારે સ્વતંત્ર પર્વ નિમિત્તે જિલ્લાભરની સરકારી કચેરીઓને રોશનીનો શણગાર કરવામાં આવશે. જે આયોજન સમીક્ષા બેઠકમાં કરવામાં આવ્યુ હતુ.

Next Story
Share it