અંતિમ T - 20માં શ્રીલંકાનો વ્હાઈટવોશ કરવાનો ભારતનો નિર્ધાર

New Update
અંતિમ T - 20માં શ્રીલંકાનો વ્હાઈટવોશ કરવાનો ભારતનો નિર્ધાર

સળંગ બે વિજય મેળવ્યા બાદ ઉત્સાહિત ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં આજરોજ રમાનારી ત્રીજી અને અંતિમ T - 20માં શ્રીલંકાનો વ્હાઈટવોશ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

રોહિત શર્માએ બીજી T - 20માં ઝંઝાવાત જગાવતા 35 બોલમાં સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારતે પણ પાંચ વિકેટે 260 રન ખડકીને શ્રીલંકાને કચડી નાંખ્યુ હતુ.

ટીમ ઈન્ડિયા હવે આખરી T - 20માં પણ શ્રીલંકાને હરાવીને વર્ષ 2017નો વિજયી અંત આણવાનો પ્રયાસ કરશે. શ્રીલંકા વધુ એક વ્હાઈટવોશની નાલેશીને આરે ધકેલાયું છે અને તેઓ આવી શરમજનક સ્થિતિથી બચવાની કોશિશ કરશે.

મુંબઈમાં સાંજે 7.૦૦ વાગ્યાથી આખરી T - 20 મુકાબલો શરૃ થશે.