અમદાવાદના નવરંગપુરમાં બે કોન્સ્ટેબલ થયા ગુમ : ગુમ થતા પહેલા લખી સ્યુસાઇડ નોટ

New Update
અમદાવાદના નવરંગપુરમાં બે કોન્સ્ટેબલ થયા ગુમ : ગુમ થતા પહેલા લખી સ્યુસાઇડ નોટ

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે જીગર સોલંકી અને કૌશલ ભટ્ટ નામના બે કોન્સ્ટેબલ સ્યુસાઇડ નોટ લખીને ગુમ થઈ ગયા છે. આ બે કોન્સ્ટેબલ પી.બી.દેસાઈ અને તેમના બે કોન્સ્ટેબલો ત્રાસ આપવાનું સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે. તેમને વધુમાં લખ્યું હતું કે હવે તે જીવવા માંગતા નથી અને આ બધી જવાબદારી પી.આઈ ,એ.સી.પી તથા વહીવટદારોની રહેશે.

અમદાવાદનના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ ગુમ થાયાનો મામલો સામે આવયો છે. ત્યારે આ બે કોન્સ્ટેબલ થોડા સમય પહેલા ૨ લાખ રૂપિયા તોડ કરવાની અરજી થઈ હતી. જો કે તેમને પોતાની સ્યુસાઇડ નોટમાં આ મામલે આક્ષેપ કરતા લખ્યું છે કે અધિકારીઓ સામે જ બધા તોડ થાય છે. મહત્વપૂર્ણ બાબતઆ એ છે કે આ બન્ને કોન્સ્ટેબલનો હમણાં કોઈ પણ ભાળ નથી. આ મામલે તેમના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પર આવી ગયા હતા અને ત્યારબાદ મીડિયા સામે કૌશલ ભટ્ટને આવી જાવા કહ્યું હતું. તથા જીગર સોલંકીના પિતાએ પોતે માનસિક રીતે હેરાન થઈ ગયા છે. તે પણ જણાવ્યું હતું. જો કે પોલીસ સામે બન્ને પરિવારોએ શોધી લાવવા માટે આજીજી કરી હતી. જો કે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી.