Connect Gujarat
ગુજરાત

અમદાવાદના SG હાઈવેના ફૂટપાથ પર સૂતેલા શ્રમિક પર કાર ચઢી જતા રાજસ્થાની વૃદ્ધનું મોત

અમદાવાદના SG હાઈવેના ફૂટપાથ પર સૂતેલા શ્રમિક પર કાર ચઢી જતા રાજસ્થાની વૃદ્ધનું મોત
X

અમદાવાદના એસજી હાઇવે પર પકવાન ચાર રસ્તા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફૂટપાથ પર સૂતેલા શ્રમિકો પર કાર ચઢી ગઇ હતી. જેમાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

શુક્રવારે મોડી રાત્રે ૧૨ કલાકની આસપાસના સમયમાં અમદાવાદના એસજી 2 ટ્રાફિકની પકવાન બીટ ચોકી પાછળ સર્વિસ રોડ પર મૂળ રાજસ્થાનનો ૬૫ વર્ષીય સુખલાલ દુબેલાલ પાવરી સૂતો હતો. ત્યારે એક કાર નંબર GJ-01-KP-1793 પૂરપાટ ઝડપે આવી અને સુતેલા સુખલાલ પર ચઢી ગઈ હતી.

મૃતક એકાદ મહિનાથી છુટક મજૂરી અને રમકડાં વેચવાનું કામ કરતા હતા.મૃતકને ૧૦ વર્ષથી લકવાની બીમારી હતી. વ્હીલચેર સાથે અહીં રહેતા હતા. પુત્ર જમવાનું લેવા ગયો હતો અને પુત્રએ પરત આવીને જોયું તો ટોળું હતું. જ્યાં વૃદ્ધની છાતીના ભાગે કારનું પૈડું ફરી જતા તેમનું મોત થયું હતું.રાત્રિના સમયે ફૂટપાથ સૂતેલા શ્રમિકો પર ચડાવી દીધા બાદ તે ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં પોલીસે કારના નંબરના આધારે ચાલકની શોધખોળ આદરી છે.

Next Story
Share it