/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/DJhsr8QVAAAnn-l.jpg)
જાપાનનાં પ્રધાનમંત્રી શિંઝો અબે ગુજરાતનાં બે દિવસીય પ્રવાસ પર છે. પીએમ મોદી અને શિંઝો અબેની મુલાકાતને ખાસ માનવામાં આવી રહી છે. શિંઝો અબે એરપોર્ટ પર ઉતરી વડાપ્રધાન મોદી સાથે 8 કિલો મીટરનો રોડ શો કરશે.
અમદાવાદ એરપોર્ટ થી રોડ શો શરૂ થઇ એરપોર્ટ સર્કલ પહોંચશે, ત્યાર બાદ આર્મી કેન્ટોન્મેંટ થઈ જુના સર્કીટ હાઉસ પહોંચશે. ત્યાંથી શાહીબાગ ડફનાળા અને ત્યાંથી ડફનાળા રિવર ફ્રંટ પહોંચશે. અહીંથી સ્વામીનારાયણ મંદિર થઇ સુભાષ બ્રિજ અને સુભાષ બ્રિજ સર્કલથી સાબરમતી આશ્રમ પહોંચશે.
મોદીનાં રોડ શો દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. બાદમાં બન્ને નેતાઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે.જાપાનના પ્રધાનમંત્રી શિંઝો અબે અમદાવાદની સિદ્દી સૈયદની જાળીની મુલાકાત લેશે.
બન્ને દેશોનાં વડાપ્રધાનની મુલાકાતને લઈને અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. અને લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.