/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/amdavad.jpg)
ફાયર બ્રિગેડે ચાર મજુરોના મૃતદેહોને ગટરના ગંદા પાણીમાંથી કાઢીને સિવિલ હોસ્પિટલ ખસેડયા
એક કોન્ટ્રાક્ટર તેના ૪ મજૂરો સાથે પંપીંગ સ્ટેશન અંદર પંપ બદલવાનું અને સફાઈ કરવાનું કામ કરી રહ્યા હતા
મ્યુનિસિપલ કોર્પોરેશનના પંપીંગ સ્ટેશન પર સાફ સફાઈ દરમિયાન ગેસ ગળતર થતા ચાર લોકોના મોત થયા
અમદાવાદના અંબિકા નગર પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પંપીંગ સ્ટેશન પર સાફ સફાઈ દરમિયાન ગેસ ગળતર થતા ચાર લોકોના મોત થયા છે.કોન્ટ્રાક્ટ દ્વારા સુરક્ષાના સાધનો વગર મોડીરાત્રે પમ્પ સ્ટેશન પર કામગીરી કરતા આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડે ચાર મજુરોના મૃતદેહોને ગટરના ગંદા પાણીમાંથી કાઢીને સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.
આ ઘટનામાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઓઢવ વિસ્તારમાં આવેલું અંબિકા પંપીંગ સ્ટેશનમાં મોડી રાતે એક કોન્ટ્રાક્ટર તેના ૪ મજૂરો સાથે પંપીંગ સ્ટેશન અંદર પંપ બદલવાનું અને સફાઈ કરવાનું કામ કરી રહ્યા હતા.ત્યારે પંપ બદલતા સમયે ૪ મજુરોને અચાનક જ ગેસ ગળતરની અસર થઇ હતી. અને એક પછી એક એમ ૪ મજૂરો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની જાણકારી મળતા તેઓ ત્યાં પહોંચીને તપાસ શરૂ કરી હતી.