New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/07-1.jpg)
ગેસની બોટલ ફાટતાં લાગી આગ
ફાયર વિભાગની 2 ટીમો દ્વારા કરવામાં આવ્યું રેસક્યું
હોસ્પિટલના તંત્ર દ્વારા લેવામાં આવ્યા તાકીદે પગલાં
અમદાવાદનાં પરિમલ ગાર્ડન ખાતે આવેલ એપલ બાળકોની હોસ્પિટલ માં ગેસનો બાટલો ફાટતાં ભીષણ આગ લાગી હતી. આ આગની લપટો છેક આકાશ સુધી ધૂમાડાના ગોટે ઉડતા જોવા મળ્યા હતા.
જોકે હોસ્પિટલના તંત્ર દ્વારા તુરંત પગલાં લેવાતા કોઈ પણ પ્રકારની જાણ હાનિ થઈ ન હતી. સાથે સાથે ફાયર વિભાગની 2 ટિમ દ્વારા આગને કાબૂમાં લેવાંમાં આવી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે ફાયર વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવાથી કોઈપણ જાનહાનીની ઘટના બની ન હતી