ભારત એક સૌથી વધુ વસ્તી ધરાવનારો અને દનિયાનો બીજો સૌથી મોટો દેશ છે. જયારે આ દેશમાં આશરે 5,00,000 વધુ લોકોને અંગ ન મળવાથી લોકો  મૃત્યુ પામે છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ  એશોશીયેશનની વુમન વિંગ થકી અંગદાન વિષે જાગૃતતાનો  કાર્યક્રમ અમદાવાદ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં આશરે 200થી પણ વધારે લોકો સેમિનારમાં જોડાયા હતા તથા શહેરના અગ્રણી ડોકટરોએ પણ પોતાની હાજરી આપી હતી.

ઇન્ડિયન મેડિકલ એશોશિયનની વુમન વિંગ દ્વારા અમદાવાદ ગુજરાત યુનિવર્સીટીના સેનેટ હોલ ખાતે ઓર્ગન ડે ના  દિવસ પર ઓર્ગન ડોનેશનની લોક જાગૃતતા લાવવા માટે અમદાવાદમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આશરે 200થી વધારે લોકો જોડાયા હતા તથા આ કાર્યક્રમમાં  શહેરના અગ્રણી ડોકારોએ પણ લોકોને ઓર્ગન ડોનેશન વિષે સમજાવ્યું હતું.

જો કે આમ વાત કરવામાં  આવે તો ભારતમાં આહારે 1.3 અબજ ની વસ્તી ધરાવનારો દેશ છે. ત્યારે આ દેશમાં આશરે 5 લાખથી પણ વધુ લોકોને અંગ ન મળવાના કારણે પોતાનો જીવ ગુમાવવો પડે છે.  ત્યારે અંગ ન મળવાના કારણે જીવ ન ગુમાવવો પડે તે માટે IMA-WDW ની વિંગ દ્વારા સંયુત પાને 15 સંસ્થાઓ સુધી અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY