અમદાવાદ : પાલડી મહિલા વિકાસ ગૃહમાં યુવતી ફરાર, જુઓ સીસીટીવી ફૂટેજ

0
313

અમદાવાદમાં પાલડીમાં આવેલ વિકાસગૃહમાં ફરી એકવાર યુવતી ફરાર થવાનો મામલો સામે આવ્યો છે. યુવતીના ફરાર થવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. હાલ તો પોલીસે ફરાર યુવતીને શોધવા માટે કવાયત હાથ ધરી છે. વિકાસ ગૃહમાં આ પ્રકારની બીજી ઘટના બની હોવાથી લોકમાતા સામે સવાલો ઉભા થઇ રહયાં છે. 

અમદાવાદના અકીલા પાલડી વિકાસગૃહમાંથી ફરી એક વખત યુવતી ગુમ થઈ છે. ગત મોડી રાત્રે એક વાગ્યે યુવતી ફરાર  થઈ હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. પોલીસે એસટી અને રેલવે સ્ટેશન સહિતના સ્થળો પર તપાસ હાથ ધરી હતી. અગાઉ પર અનેક વખત પાલડી ગૃહમાંથી યુવતીઓ ગુમ થઈ છે. ત્યારે હવે ફરી એક વખત પાલડી ગૃહમાંથી યુવતી ગુમ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. જે રીતે સીસીટીવી સામે આવ્યા છે તે રીતે જોતા સિક્યુરિટી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવતીના ગુમ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થઇ ચુકયો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here