અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર બન્યું નઘરોળ

New Update
અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર બન્યું નઘરોળ

ગુજરાતમાં મેઘરાજાએ વિદાયને પણ હવે ગણો સમય થઇ ગયો છે પણ હજુ પણ તંત્ર દ્વારા કોઈ પણ રીતની કામગીરી કરવામાં આવી નથી વિકાસના નામે માત્ર મોટા મોટા ટેક્સ ઉઘરાવાય છે.જયારે કામ માત્ર કાગળોમાં જ દેખાય છે અને ગ્રાઉન્ડ લેવલ પર જોતા ત્યાં સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ નરોડા બાજુ વરસાદ બાદ મોટો ભૂઓ પડ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગિરી કરવામાં આવી રહી નથી. ત્યારે તંત્ર પોતાના કામના દાવાઓનું નિષ્ફળતાનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

મેઘરાજાએ તો વિદાય લઇ લીધી છે. પરંતુ તંત્ર હજુ સભાન અવસ્થામાં આવ્યું નથી તેમ લાગી રહ્યું છે. ત્યારે જો વાત કરવામાં આવે તો શહેરના ઉત્તર-પૂર્વ ઝોનમાં આવેલ નરોડા વિસ્તરમાં છેલ્લા કેટલાય સમયથી ભુઓ પડ્યો છે. અધિકારીઓને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરવામાં આવ્યા છતાં પણ અધિકારીઓ અને તેમના દ્વારા છાવરવામાં આવતા કોંટ્રાક્ટરો હજુ પણ કુંભકર્ણની ઘોર નિંદ્રામાં છે. ત્યારે આ મામલે એ.એમ.સી દ્વારા પણ કોંટ્રાક્ટરો પર લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે કોન્ટ્રાકટરો મ્યુનિસિપાલના આદેશનું પાલન કરે છે કે પછી પોતાની સરમુખત્યારી ચલાવે છે.

Latest Stories