/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-268.jpg)
ભારત નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે પી.એસ.બીને પાંચ વર્ષમાં ૫ ડોલર ટ્રિલિયનની અર્થવ્યવસ્થા પ્રાપ્ત કરવા માટે સૂચનો મેળવવા માટે શાખા સ્તરોથી શરૂ થતા અધિકારીઓ સાથે એક મહિનાની પરામર્શ પ્રક્રિયા શરૂ કરવા જણાવવામાં આવ્યું હતું. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયના તમામ શાખા વડાઓની એક બેઠકનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય અગ્રતા સાથે બેંકિંગને લગતા મુદ્દાઓ પર વિચારવિમર્શની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા બેન્કિંગને લગતા અલગ અલગ પાસાઓ વિષે સૂચનો આપવામાં આવ્યા હતા. કે જેના થકી બેન્કિંગને લગતી કામગીરી સરળ બની રહે સાથે જ બ્રાન્ચ ગ્રાહકોની જરૂરિયાતો તરફ વધારે ધ્યાન આપે. સાથે જ બેન્કિંગની કામગીરી ડિજિટલ લેવલ પર પણ વધારે સારી બનાવી શકાય તેના માટેના સૂચનો પર પણ ચર્ચા કરી હતી. બેઠકમાં ચર્ચાના વિશિષ્ટ ક્ષેત્રોમાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેવા કે ખેડુતોની આવક બમણી કરવી, ખાસ કરીને પીએસબી અને મુદ્રા યોજનાઓ દ્વારા નાના ઉદ્યોગોના ધિરાણ વધારવા અને મહિલા અને એસ.સી, એસ.ટી ઉદ્યોગો સાહસિકોને સશક્તિકરણ માટે જરૂરી એવા તમામ પાસાઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી.
યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એ શાખાના વડાઓને સરકારની કેન્દ્રિત યોજનાઓને મુદ્રા, પીએસબી લોન, ઓવરડ્રાફટ વગેરેને લોકપ્રિય બનાવવા આગ્રહ કરવામાં આવ્યો છે. સરકારે શાખાઓને વિવિધ સેગમેન્ટના દરો સાથે જ ગ્રાહકોને વ્યાજના દરમાં ઘટાડા અંગે અભિવ્યક્ત કરવા નિર્દેશ પણ આપેલા હતા. જયારે અમદાવાદ ઝોનની શાખાઓએ મુદ્રા યોજાના હેઠળ કૃષિની પ્રવૃત્તિઓ અને તેનાથી સંબંધિત પ્રવૃત્તિઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. આ પરામર્શનો હેતુ બેન્કિંગ ક્ષેત્રને રાષ્ટ્રીય અગ્રતા સાથે ગોઠવવા માટેની પહેલ કરવાનો છે તથા તે રાજ્યની ધિરાણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટી પહેલ કરવામાં આવી છે જેવા કે ક્લસ્ટર વિશિષ્ટ યોજનાઓ બનાવી છે જેમાં મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અને મહેસાણા તથા બરોડામાં ફાઇનાન્સિંગ દૂધ આપતી કેટલ્સ અને ડેરી એકમો અને રાજકોટમાં ફૂડ એન્ડ એગ્રો પ્રોસેસિંગ યુનિટ વગેરે પ્રકારની ધિરાણ આપવાની પહેલ કરી છે. જો કે રાજ્યના આર્થિક વિકાસમાં ગુજરાત રાજ્યનો કુલ ક્રેડિટ પોર્ટફોલિયો રૂ. ૧૪,૪૩,૩૦૦ તથા કુલ થાપણ રૂ. ૨૫,૭૦,૫૦૦ અને કુલ વ્યવસાયિક મિશ્રણ રૂ. ૪૦,૧૩,૮૦૦ છે. તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ગુજરાત રાજ્યના કુલ ક્રેડિટ પોર્ટફોલિયોનો હિસ્સો ૭.૭૨% છે. મહત્વની વાત કરવામાં આવે તો ધીરે ધીરે બેંકોનો પણ એન.પી.એ વધતા હવે બેંકો પણ નાનાથી નાના કસ્ટમર પર ધ્યાન દોર્યું હોય તેમ લાગી રહ્યું છે.