/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/25160909/maxresdefault-394.jpg)
તા. 24મી ડિસેમ્બર એટલે કે, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા જન જાગૃતિ અર્થે સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
દિન પ્રતિદિન નાની નાની બાબતોમાં પણ અત્યારે સામાન્ય ગ્રાહક છેતરાતો હોય છે, ત્યારે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. ગ્રાહક સુરક્ષાના પ્રદેશ પ્રમુખ સહિત સભ્યો દ્વારા અમદાવાદ આશ્રમ રોડ ખાતે સૂત્રોચ્ચાર સહિતના બેનર સાથે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આજ કાલ ક્રેડિટ કાર્ડ હોય કે, કોઈ અન્ય બિલ કે પછી હોય કોઈ પણ ગેજેટ, ગ્રાહક ખરીદી કરતાં હોય ત્યારે અનેક પ્રકારથી તેઓને છેતરવામાં આવતા હોય છે. આજના ડિજિટલ યુગમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલીક વાર અનઓથોરાઇઝડ રીતે ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઈ જતાં હોય છે, પરંતુ ગ્રાહકને તેનું રીફન્ડ મળતું નથી. તે ઉપરાંતના વિવિધ પ્રશ્ને ગ્રાહક જાગૃત થાય તેવા પ્રયાસો અમદાવાદની ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા.